|
પોલીસ કમિશ્નર વડોદરા શહેરની કચેરી વડોદરા શહેરી વિસ્તારમાં કોઠીવિસ્તારના દાંડિયા બજાર જેલ રોડથી સ્ટેશન જવાના રોડ ઉપર આવેલ છે.સદર હુ પોલીસ કમિશ્નરશ્રીની કચેરી સેન્ટ્રલ જેલની સામેના ભાગે નર્મદાભુવનના કમ્પાઉન્ડમાં નર્મદા ભુવન - સરદાર સરોવર નિગમની કચેરી તેમજ તેનીપાસેની જે બિલ્ડિંગ હાલ કાર્યરત છે તે પોલીસ ભવનના નામે ઓળખાય છે. જેમાં પોલીસ કમિશ્નરશ્રી વડોદરા શહેરની કચેરી સ્થાપિત કરવામાં આવેલ છે જ્યાં ૧ થી ૫ માળ સુધી પોલીસને લગતી કચેરીઓ આવેલ છે, જેની વિગત નીચેપ્રમાણે છે.
- ગ્રાઉન્ડ ફ્લોરઃ-પોલીસ ભવનમાં દાખલ થતાં પોલીસ કમિશ્નરશ્રી, અધિક પોલીસ કમિશ્નરશ્રી, નાયબ પોલીસ કમિશ્નરશ્રી વહીવટ, ડીસીપી ક્રાઇમ , ડીસીપી ઝોન- ૧ , ડીસીપી ઝોન- ર , તેમજ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી કંટ્રોલ રૂમ, સ્પે.શાખા,એસ.સી.એસટી.સેલ તેમજ અધિકારીશ્રીઓની ગાડીના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે.
- સદરહુ બીલ્ડિંગમાં પ્રવેશતા ડાબી બાજુ વિજીટર રૂમ જેમાં ૧ થી ૫ માળ સુધી પોલીસને લગતી કચેરીઓમાં કામ અર્થે આવતા વીજીટર માટે પુછપરછ કરવામાં આવે છે.
- તેમાંજ આસાન કેન્દ્ર આવેલ છે જેમાં તમામ પ્રકારની અરજીઓ લેવામાં આવેલ છે. અને અરજદાર નાઓને ઓન લાઇન સ્લીપ ફોટા સાથે આપવામાં આવે છે. અને તમામ અરજીઓ રજીસ્ટ્રી શાખામાં આપવામાં આવે છે. તેઓ ડીસપેસ કરે છે.
- તેમજ જમણી બાજુએ ICUW શાખા આવેલ જેમાં મહીલાઓના ગુનાની તપાસ કરવામાં આવે છે.
- તથા તેની સામે પોલીસ અધીકારીશ્રી/કર્મચારીઓ માટે જીમનેશીયમ બનાવવામાં આવેલ છે.
- ACP મહીલા સેલ ની ઓફીસ આવેલ છે. જેમાં મહીલાની લગત અરજી તપાસ તથા પ્રાયમરી તપાસ કરવામાં આવેલ છે. તેની સામે શી ટીમની ઓફીસ આવેલ છે. જેમાં સીનીયર સીટીઝન,મહીલા, બાળકો ને લગતી સમસ્યા કાઉન્શલીગ કરવામાં આવે છે. તથા પો.સ્ટે માં ફાળવેલ શીટીમ ની કામગીરીનુ સુપરવિઝન પણ રાખવામાં આવે છે. તેની બાજુમાં જીન્દગી હેલ્પલાઇન કાર્યરત છે. જેમાં કોઇ પણ ડીપરેશનમાં હોય તે લગત મદદ/માહીતી મેળવવા માટે હેલ્પલાઇન નં 7069944100 પર સંપર્ક કરી શકાય છે. તથા ટોલ ફી નં 911096 પર કોન્ટેકટ કરી શકાશે. ને લગતી કામગ
- પહેલા માળેઃ-પ્રથમ માળ ઉપર માળમાં પ્રવેશ કરતા મહેરબાન પોલીસ કમિશ્નરશ્રી વડોદરા શહેરનાઓની ચેમ્બર આવેલ છે. તેઓશ્રીની બાજુમાં વીડીયો કોન્ફરન્સ તેમજ તેની બાજુમાં પોલીસ કંટ્રોલરૂમ આવેલ છે જેમાં ઇ.પી.બી.એક્સ. રૂમ પણ આવેલ છે. તેની સામેના ભાગે પોલીસ.ઇન્સ્પેક્ટરશ્રી પી.સી.બી.શાખા આવેલ છે. તેની બાજુમાં કોન્ફરન્સ હોલ, મહેરબાન પોલીસ કમિશ્નરશ્રીના અંગત મદદનીશની શાખા તેમજ તેઓશ્રીની ક્રાઈમને લગતા ગુનાઓની માહિતી મેળવવાની પર્સનલ સી.પી. રીડર બ્રાંચ આવેલ છે. તેમજ તેની બાજુમાં મે.પોલીસ કમિશ્નરશ્રીને મળવા આવતા મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા માટે રૂમ આવેલ છે.
- બીજો માળઃ-બીજા માળ ઉપર એન્ટ્રી લેતાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી (વહીવટ) વડોદરા શહેરનાઓની ચેમ્બર આવેલ છે. તેની બાજુમાં હિસાબી શાખા અને તેની બાજુમાં સીસીટીવી પ્રોજેકટ અંતગર્ત કેમેરા ઓલ સીટીના કેમેરા દેખાઇ તેવા સીસીટીવી ની ઓફીસ આવેલ છે. તેની બાજુમાં ખાતાકીય તપાસ શાખા, શીટ શાખા (પોલીસ કર્મચારીઓના લગતા પ્રશ્નોની નિરાકરણ કરવા બાબતે), નાયબ વહીવટી અધિકારીશ્રીની કચેરી, તેની બાજુમાં લાઇસન્સ શાખા, અને નાયબ પોલીસ કમિશ્નરશ્રી, વહીવટ વડોદરા શહેરના અંગત મદદનીશની શાખા આવેલ છે. તેમજ બાજુમાં સુરક્ષા સેતુ ની ઓફીસ આવેલ છે તથા મુલાકાતી રૂમ, આવેલ છે.
- ત્રીજો માળઃ ત્રીજા માળ ઉપર અધિક પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ અને ટ્રાફીક) વડોદરા શહેરની ચેમ્બર, તેની બાજુમાં રજિસ્ટ્રી શાખા આવેલ છે. જેમાં પોલીસ કમિશ્નરશ્રી કચેરીમાં આવેલ તમામ શાખાઓને મોકલવમાં આવેલ ટપાલ સ્વીકારવામાં આવે છે, તેની બાજુમાં વહીવટી શાખા આવેલી છે.તેમજ સામેના ભાગે કોમ્પ્યુટર સેન્ટર તથા વાયરલેસશાખા (ટી.પી./જી.એસ.વાન.મેસેજ સેન્ટર) ઓફીસ આવેલ છે.,તેની બાજુમાં ઇકો સેલની ઓફીસ આવેલ છે. તેની સામે ઝેરોક્ષ રૂમ આવેલ છે. તેની બાજુમાં તેની બાજુમાં અરજી શાખા આવેલ છે. જેમાં પોલીસ કમિશ્નરશ્રી વડોદરા શહેરનાઓને ઉદ્દેશીને કરેલી જુદા જુદા પ્રકારની આવતી અરજીઓનો નિકાલની કામગીરી કરવા માટેની અરજી શાખા આવેલ છે. તેમજ આવતી રાઇટુ ઇંફરન્સ ની અરજીઓનો નિકાલની કામગીરી પણ અરજી શાખા માં કરવામાં આવેલ છે.
- અધિક પોલીસ કમિશ્નરશ્રી(ક્રાઇમ અને ટ્રાફીક)નાઅંગત મદદનીશની કચેરીતથા અધિક પોલીસ કમિશ્નરશ્રીના કાયદો અને વ્યવસ્થાં ભાગ રૂપે ગુનાઓની માહિતી મેળવી તેનો યોગ્ય નિકાલ કરવાની રીડર શાખા આવેલી છે. તેની બાજુમાં ગોધરાકાંડની તપાસ કરતી રાયોટ સેલ આવેલી છે.
- ચોથો માળઃ-ચોથા માળે નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન -૧ તથા ઝોન – ર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એસ.સી/એસ.ટી સેલ શહેર નાઓની ચેમ્બર્સ આવેલ છે. તેની બાજુમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન -૧તથા ઝોન -૨નાઓને મળવા આવતા મુલાકાતિઓ માટેનું રૂમ, ખાતાકિય તપાસની શાખા, પી.સી.બી. શાખા, ની બાજુમાં HRMS શીટ ને લગતની ઓનલાઇન કામગીરી કરવામાં આવેલ છે. એ.સી.પી. શ્રી એસ..સી./એસ.ટી.સેલ ની ઓફીસ, તેની બાજુમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન -૧ તથા ઝોન -૨ ની કચેરી, બાજુમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી(દક્ષિણ) તથા (ઉત્તર) નાઅંગત મદદનીશની કચેરી આવેલ છે.
- પાંચમો માળ:-પાંચમાં માળે નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ)ના અંગત મદદનીશની કચેરી આવેલ છે, તેની બાજુમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી(ક્રાઇમ) નાઓની ચેમ્બર, તેની સામે નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ની કચેરી, બાદમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી(ક્રાઇમ) નાઓને મળવા આવતા મુલાકાતીઓ માટેનું રૂમ આવેલ છે. બાજુમાં તથા વી.ટી.ઇ.ટી. રૂમ ઓફીસ આવેલ છે. તેની બાજુમાં FRO ની ઓફીસ આવેલ છે. જેમાં ફોરેન્સ ની લગતી કામગીર થાય છે. તથા, તેની બાજુમાં તેની સામે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીની વિશેષ નાઓની કચેરી આવેલ છે. તેની બાજુમાં વિશેષ શાખા,ની ઓફીસ આવેલ છે જેમાં પી.સી.સી. ની અરજીઓ સ્વીકારવાની શાખા તેમજ પાસપોર્ટની વેરિફિકેશન કરેલી અરજીઓ નિકાલ કરવાની શાખા આવેલ છે.
- પી.સી.સી. ની અરજીઓ સ્વીકારવાની શાખા તેમજ પાસપોર્ટની વેરિફિકેશન કરેલી અરજીઓ નિકાલ કરવાની શાખા આવેલ છે.
- આઠમા માળે સંકલન કક્ષ આવેલ છે. જેમાં સમન્સ, વોરન્ટ,નોટીસની કામગીરી કરવામાં આવે છે.
|
|