હું શોધું છું

હોમ  |

સ્ફોટક પદાર્થોનું લાઇસન્સ મેળવવા
Rating :  Star Star Star Star Star   

 

દારૂખાના (એક્સપ્‍લોજિવ) પરવાનો :

ધડાકાભેર સળગી ઊઠે તથા ફટાકડા જેવા જલદ પદાર્થો માટે એક્સપ્‍લોજિવ એક્ટ ૧૮૮૪ તથા એક્સપ્‍લોજિવ રૂલ્સ ૧૯૮૩ અન્વયે સંબંધિત કાર્યક્ષેત્રના પોલીસ અધિકારીશ્રીઓ પાસેથી પરવાના મેળવવાની તથા તાજા કરાવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈ અનુસાર અરજદાર નાગરિકે નિયત નમૂનાનાં ફોર્મમાં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે અરજી કરવાની રહે છે અને નવા પરવાના માટે તથા જૂના પરવાના તાજા કરાવવા માટે મુકર્રર થયેલ ફી ભરવાની રહે છે. અરજી મળ્યા બાદ પોલીસ ખાતા તરફથી યોગ્ય તપાસ અને ચકાસણી થયા બાદ પરવાનો આપવામાં આવે છે અથવા તો જૂનો પરવાનો તાજો કરી આપવામાં આવે છે.

 

(૧૫) નવા કાયમી ફટાકડાનો પરવાનો : 

નવા કાયમી ફટાકડાનો પરવાનો મેળવવા માટેની અરજી અત્રેની પરવાના શાખા ખાતે નીયત નમુના મુજબનુ ફોર્મ મેળવી ઓફલાઇન ભરવાનું રહે છે. અરજદારશ્રીએ તે ભરી તેમજ ભરવાની થતી ફી રૂ.૫૦૦/- (પાંચસો રૂપીયા પુરા) (ચલણ ૦૦૭૦ પોલીસ સદર) ચલણથી SBI નાનપુરા ખાતે ભરી ભરેલ ચલણની નકલ સાથે ફોર્મ પોલીસ કમિશનરશ્રીની કચેરી ખાતે જમા કરાવવાનુ હોય છે. ત્યારબાદ અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી તથા મદદનિશ પોલીસ કમિશનરશ્રી/નાયબ પોલીસ કમિશનરશ્રી, ટ્રાફિક શાખાનો અભિપ્રાય તેમજ ફાયર તથા આરોગ્ય ખાતાની એન.ઓ.સી આવ્યા બાદ, પોલીસ કમિશનરશ્રી, સુરત શહેર (લાયસન્સીંગ ઓથોરીટી) દ્રારા અરજદારશ્રીને કાયમી ફટાકડા પરવાનો “મંજૂર” કરવા અથવા “નામંજૂર” કરવા બાબતે નિર્ણય લેવામાં આવે છે.

 

(૧૬) કાયમી ફટાકડા પરવાના રીન્યુ : 

પરવાનો રીન્યુ અંગેની મુદ્દત પૂર્ણ થયેથી સંબંધિત પોલીસ સ્‍ટેશન ખાતે રીન્યુ અંગેનુ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથે તે અંગેની અરજી કરવાની રહે છે. બાદ સંબંધિત પોલીસ સ્‍ટેશનથી આ અંગે અભિપ્રાય તેમજ ફાયરખાતાની એન.ઓ.સી અને ચલણ ફી રૂ.૫૦૦/- (પાચસો એક વર્ષ માટે) (ચલણ ૦૦૭૦ પોલીસ સદર) ભરાવી સદરહુ વિગત મંગાવવામાં આવે છે. ત્‍યારબાદ પરવાનો નિયમ અનુસાર રિન્‍યૂ કરવામાં આવે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-02-2025