હું શોધું છું

હોમ  |

આપ ટ્રાફીકને અડચણરૂપ ન બનો માટે આટલું અવશ્ય કરો
Rating :  Star Star Star Star Star   

 

ટ્રાફીકને અડચણરૂપ ન બનો માટે આટલું અવશ્ય કરો : 

 

આપની દુકાનના આગળ કે પાછળના ભાગે જાહેર માર્ગ અને ફૂટપાથ સાંકડી કરે તેવા ગેરકાયદેસર દબાણ કરી ઓટલા કે છાપરા ન બનાવો.

 • આપની દુકાનનો કે વેચાણનો સામાન ભાડે આપવાનો કે પ્રદશિર્ત કરવાનો સામાન ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે દુકાનની બહાર ન મુકો કે ન જ ગોઠવો.
 • આપની દુકાનની બહાર ટ્રાફીક કે ફૂટપાથ (રાહદારીને)અડચણરૂપ થાય તે રીતે બોર્ડ (સાઈન બોર્ડ)કે છજુ બહાર લગાવવુ કે કાઢવું નહી. તેમજ ફૂટપાથ પર ચાલતા રાહદારીને અડચણરૂપ થાય તે રીતે દુકાનના છજા નીચે વેચાણ કે પ્રદશિર્ત કરવાનો સામાન ન લટકાવો.
 • પોતાના વ્યવસાય કે દુકાનના વિજ્ઞાપન બોર્ડ રોડ કે ફૂટપાથ પર કોઈ સંજોગોમાં ન મુકો. એસ.ટી.ડી., ઝેરોક્ષ કે દવાના વ્યવસાય કરનારા આ બાબતે ખાસ સંયમ રાખો.
 • તહેવારો નિમિત્તે પણ ખાસ સેલ કે ડિસ્કાઉન્ટ ઓફર વિ. ના બહાના તળે વિશેષ કાઉન્ટર ન ખોલો. એજ રીતે શકય હોય ત્યાં સુધી આપની દુકાનમાં ટી.વી. સેટ વિ. રાહદારીઓ ટોળે વળી જોવા ઉભા રહે એ રીતે ન ગોઠવો.
 • આપનું વાહન રોડની ડાબી બાજુ રોડની સમાંતર એક લાઈનમાં અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે જ પાર્ક કરો. સંજોગોવસાત આપના ધંધાના સ્થળે / દુકાને આવતાં પહેલાં આપની દુકાન સામે અન્ય જગા પર નિયમોનુસાર / સુચનાનુસાર પાર્કીંગ કરો, જયારે આપની દુકાન સામેનું વાહન રવાના થાય ત્યારે આપની દુકાન સામે જગા થાય ત્યારે આપનું વાહન દુકાન સામે મુકી શકો છો.
 • આપની દુકાને આવતા ગ્રાહકોને વાહન ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે પાર્ક કરવા સમજ કરો. ગ્રાહક પાસે નિયમાનુસાર / સુચનાનુસાર પાર્કીંગ કરવા આગ્રહ રાખો તેમજ આપના ઘ્યાન પર આવતાં અનિયમિત / અરવરોધરૂપ પાર્કીંગ બદલ ગ્રાહકને વિવેકથી રોકો. ગ્રાહકો માટે વ્યવસ્થિત પાર્કીંગ માટે સુચના કરતા સ્ટીકર કે બોર્ડ મેળવી તેને દુકાનમાં પ્રવેશતાં જ ઘ્યાન ખેંચે તેવી જગ્યએ પ્રદશિર્ત કરો.
 • આપની દુકાન સામેની રોડ કે ફૂટપાથ પરની જગા લારી, ગલ્લાવાળા કે ફેરિયાને અનધિકૃત રીતે ભાડે આપી રોડ પર અવરોધ કરનારને આમંત્રણ કે પ્રોત્સાહન ન આપો.
 • અન્ય કોઈ લારી, ગલ્લાવાળા આવી પોતાની દુકાન સામે દુકાનનો દેખાવ બગાડે કે માર્ગ અવરોધે એ રીતે ઉભા રહી જશે એવી બીકથી કોઈ જાણીતા લારી, ગલ્લાવાળા / ફેરીયાને આપની દુકાન સામે ઉભો રહેવા ન બોલાવો અથવા પોતાની માલિકી ની લારી ઉભી કરી તેને દુકાન સામે મુકાવી તેમાં ધંઘો કરવાનું કે તેને ભાડે આપવાનું ટાળો.
 • આપની દુકાન સામે કોઈ લારી, ગલ્લા કે ફેરિયા દ્ધારા કે અન્ય કોઈ વ્યકિત દ્ધારા ગેરકાયદેસર દબાણ થઈ રહયુ હોય તો તે સામે વાઘો લઈ આ દબાણ સંબંધે નગરપાલિકાને લેખિતમાં જાણ કરો. જો આ દબાણ ટ્રાફીકને અવરોધરૂપ હોય તો પોલીસ સ્ટેશને લેખિત જાણ કરો.
 • આપની દુકાનની ખરીદીનો સામાન ટ્રકથી, છકડો રીક્ષા વિગેરે મોટા વાહનો મારફત આવતો હોય તો શકય હોય ત્યાં સુધી આપનો માલસામાન રોડ પર ભારે ભીડ હોય તે સિવાયના સમયે , ધસારો ન હોય તેવા સમયે મંગાવવા આગ્રહ રાખો. સાંકડા રસ્તા પર આવેલ દુકાનદારો પોતાનો સામાન રાત્રિના સમયે જ મંગાવો.
 • શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક સ્વયંસેવક માફક કાર્યરત રહો અને પોલીસને ટ્રાફિક નિયમન તેમજ વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બનો અને સહકાર આપો.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 01-08-2015