હું શોધું છું

હોમ  |

એસ.ટી. બસ ચાલકો અને કંડકટરોને સુચનાઓ
Rating :  Star Star Star Star Star   

 

એસ.ટી. બસ ચાલકો અને કંડકટરોને અગત્‍યની સુચનાઓ : 

 • શહેરમાં બસ ધીમી ચલાવો. શાળા, ચાર રસ્તા અને ભીડ નજીક વિશેષ તકેદારી લો.
 • શહેરમાં પસાર થતી વખતે સ્કૂલરિક્ષા, નાનાવાહનો અને રાહદારીનો રોડ સલામતી અંગે વિશેષ દરકાર કરો.
 • પસેન્જરને ચડવા  ઉતરવા, અંગત સુવિધા (ટિફીન લેવા કે પરિચિત સાથે વાત કરવા ) અન્ય એસ.ટી. કર્મચારી બેસાડવાં નિયત બસ સ્ટેન્ડ સિવાય ગમે તે સ્થળે બસને ઉભી ન રાખો. આવા પ્રસંગે વાહન રોડ વચ્ચે ઉભુ રાખવાને બદલે ડાબી બાજુ સાઈડ પર ઉભુ રાખો.
 • દારૂ, કેફીપીણું કે નશાયુકત પદાર્થનું સેવન કરીંને વાહન ન ચલાવો. થાકેલ કે બિમાર હાલતમાં વાહન ન ચલાવો.
 • ફરજ ઉપર હંમેશા યુનીફોર્મ અને બેઈઝ ધારણ કરી આપની ઓળખ સ્પષ્ટ કરો. ડ્રાઈવીંગ લાયસન્સ પણ હંમેશા સાથે રાખો.
 • ડ્રાઈવરની કેબીનમાં તેમજ વાહનને સલામત રીતે ચલાવવામાં અડચણરૂપ થાય તે રીતે પેસેન્જર કે પરિચિતને ન બેસાડો.
 • અકસ્માત કે ટ્રાફીક જામના કારણે નિયત સમયથી મોડા થયા હોય તો પણ શહેરમાં વાહન વધુ ઝડપથી ન ચલાવો. ટ્રાફીક સંજ્ઞાઓ અને ટ્રાફીક પોલીસની સંજ્ઞાઓ / ઈશારાનો ચુસ્તપણે અમલ કરો.
 • શહેર વિસ્તારમાં જુદા વિભાગમાં મુકવામાં આવેલ ગતિ મર્યાદા નિયંત્રણો , એક માર્ગી રસ્તાની સુચનાઓ અને વળાંક સંબંધિત સંજ્ઞાઓનો પુરેપુરો અમલ કરવો.
 • સલામત ડ્રાઈવીંગ માટે વાહન શરૂ કરતાં પહેલાં તેની યાંત્રિક તેમજ પરચુરણ બાબતોની ચકાસણીની ટેવ પાડો.
 • સલામતીને અનુલક્ષીને આગળ જતા વાહનથી તમારું વાહન જરૂરી અંતરે રાખો વળંક વળતી વખતે અને બ્રેક મારતી વખતે જરૂરી ઈશારા / સંજ્ઞા આપો.
 • પેસેન્જરના સમાન અને માલ મિલ્કતની સુરક્ષા બાબતે ગંભીરતા દાખવી આ બાબતે નીચેની તકેદારી રાખવી.


(અ) યાંત્રિક ખરાબી પ્રસંગે વાહન શકય હોય ત્યાં સુધી નજીકની હોટલ કે ગામ સુધી લઈ લો. નિર્જન જગ્યાએ વિના કારણે વાહન ન રોકો.


(બ) બિનઅધિકૃત હોટલો કે ધાબા ઉપર બસ રોકવાને બદલે એસ.ટી. માન્ય કે પ્રવાસ નિગમ માન્ય હોટલો પર જ બસ રોકો.


(ક) નિયત કરેલ સ્ટેન્ડ સિવાયની જગ્યા પરથી જ પેસેન્જર કે એસ.ટી. કર્મચારી જેવી ઓળખ દર્શાવતા માણસને બેસાડો.


(ડ) બસમાં કોઈ મુસાફર ગુન્હાહીત સામાન/વસ્તુ સાથે કે શંકાસ્પદ હાલતમાં જણાય તો તત્કાલ પોલીસને જાણ કરો.


(ઈ) કોઈ પેસેન્જર ખીસ્સા કાતરૂ, બેગ લીફટીંગ વિ.નો ભોગ બન્યાનું ઘ્યાન પર આવે તો તુરંતજ નજીકના પોલીસ સ્ટેશન / પોલીસને જાણ કરો.

 • ગુનાહીત વસ્તુની હેરાફેરી કરનારને સરળતા ઉભી કરવા સ્ટેન્ડ સિવાયની જગ્યાએ વાહન રોકી તેને બસમાં બેસાડવો કે ઉતારવો તે ગૂનામાં મદદગારી સમાન છે એ વાત સ્પષ્ટ રીતે ઘ્યાનમાં રાખો.
 • એસ.ટી.ની સેવાના ઘોરણો અંગે રજુઆત કરનાર સાથે ઉશકેરણી જનક અને ઉઘ્ધત વર્તણુંક ન કરો. પેસેન્જર સાથે પણ સૈજન્યપૂર્ણ રીતે અને વિવેકથી વર્તો.
 • બસના છાપરા પર બેસી કે બસની સીડી કે પગથીયા પર લટકી કોઈ જોખમી રીતે મુસાફરી ન કરે તે જુઓ. રોડ અકસ્માતના પ્રસંગે ઈજા પામનારને નજીકના હોસ્પિટલ સુધી પહોંચાડવા મદદરૂપ બનો અને તકેદારી લો. અકસ્માત અંગે પોલીસને તુરંત જાણ કરો.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 01-08-2015