હું શોધું છું

હોમ  |

દ્વિચક્રી વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા તકેદારીન
Rating :  Star Star Star Star Star   

 

દ્વિચક્રી વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા તકેદારીના સુચનો: 

 • રોડ અકસ્માતમાં મરણ જનાર પૈકી ૪૦% દ્વિચક્રી વાહન ચલાવનાર કે તેની પાછળ બેસી સવારી કરનાર પૈકી હોય છે. શહેરી વિસ્તારમાં થતાં અકસ્માતોમાં ૩૦% અકસ્માત માટે દ્વિચક્રી વાહનના ચાલક જવાબદાર જોવા મળ્યા છે. આમ દ્વિચક્રી વાહન ચાલક જૂથ તકેદારી સૂચનો ઘ્યાન પર લે તો અકસ્માતમાં જાનહાની અને અકસ્માતો મોટા પ્રમાણમાં નિવારી શકાય છે.
 • ટુ વ્હીલર વાહનનાં પ્રકાર કે સ્પીડના અપવાદ વિના તમામ દ્વિચક્રી ચાલક અને તેની પાછળ બેસી સવારી કરનારે હેલ્મેટ પહેરવી જ જોઈએ. અકસ્માતો દરમ્યાન વાહન ચાલકોના આ જૂથમાં માથાની ઈજા અને મૃત્યુંદર ઘ્યાન પર લઈ સરકાર દ્વારા હેલ્મેટ પહેરવું ફરજીયાત બનાવવામાં આવેલ છે.
 • હેલ્મેટ આઈએસઆઈ ગુણવત્તાની ઉપયોગમાં લેવી અને તે પહેર્યા પછી તેની પટ્ટીઓ બરાબર બાંધવા તકેદારી લેવી. હેલ્મેટ આછા રંગની હોય તો ઓછી ગરમી લાગે અને અંધકારમાં પણ દેખાય આ મુદ્દો હેલ્મેટ પસંદગી વખતે ઘ્યાને લઈ શકાય.
 • દ્વિચક્રી વાહન બે જણ માટે જ છે. બેથી વધુ માણસો બેસાડવાથી વાહનની સમતુલાને અસર થતાં અકસ્માતની શકયતા વધે છે.
 • દ્વિચક્રી વાહન પર બેસી વાહન ચલાવતી વખતે પીઠ સીધી રહે તે રીતે ટટ્ટાર બેસવું જોઈએ. પાછળ બેસી મુસાફરી કરનારે બન્ને હાથથી હેન્ડલ પકડેલુ હોવું જોઇએ.
 • વાહન ચલાવતી વખતે રોડની સ્થિતિ અને ટ્રાફીક ભારણ જોઈ વાહન ચલાવવું. ખાડાખરબચડા રોડ અને રાહદારી તેમજ સાયકલ સવારોની ભીડવાળા રસ્તે વાહન ધીમે અને સાવચેતી સાથે ચલાવો.
  સ્પીડ લીમીટ માટેની ટ્રાફીક સાઈન ઘ્યાન પર લઈ વધુ સ્પીડે વાહન ન ચલાવો. તેમજ ઝીગઝંગ રીતે કે વારંવાર લેન બદલતું ડ્રાઈવીંગ ન કરો.
 • વાહન ઓવરટેક કરતાં પહેલાં પાછળથી આવતો ટ્રાફીક જુઓ, ઓવરટેક કરવા જરૂરી સંજ્ઞા બતાવી વાહનને જમણેથી ઓવરટેક કરો. ઢોળાવ,વળાંક,પૂલ કે સબવે માંથી પસાર થતીવખતે ઓવરટેક કરવું ટાળો.
 • વળાંક લેતા પહેલાં જરૂરીયાત મુજબ સ્પીડ ધટાડો. વધુ સ્પીડે વળાંક લેતા અકસ્માત સંભવ છે. વાહન સ્લીપ પણ થઈ શકે છે જે ઘ્યાને લો.
 • સ્પીડ વધારતા કે ધટાડતા અને વળાંક વળતી વખતે હાથ કે ઓટોમેટીક સિગ્નલથી સંજ્ઞા આપો.
 • જો દ્વષ્ટી બરાબર ન હોય,તીવ્ર પ્રકાશથી અંજાઈ જતા હોવ કે રતાંધળાપણા જેવી બિમારી હોય તો રાત્રી ડ્રાઈવીંગ ટાળો. થાકેલા કે નશા કરેલ હાલતમાં પણ ડ્રાઈવીંગ ન કરો.
 • રાત્રી દરમ્યાન ડ્રાઈવીંગ કરતા પહેલા બ્રેક લાઈટ,રિયરરિફલેકટર,હેડ લાઈટ ચાલુ હાલતમાં છે કે કેમ તેની ખાત્રી કરો. શકય હોય ત્યાં સુધી આછા રંગના કપડા પહેરો.
 • ભીનારોડ,રેતાળ રોડ કે તેલ ઢોળાયેલ તેમજ ડામર પીગળેલ રોડ પર વધુ ઝડપથી વાહન ન ચલાવો.
 • સ્કુટર, બાઈક વિગેરે ટુ વ્હીલર વાહન બરાબર ચલાવતા શીખો વાહન ચલાવતી વખતે વાહન નિયંત્રણમાં રહે તે રીતે ચલાવવુ.
 • વળાંક ઉપર પહોચતાં પહેલા વાહન ધીમુ કરવુ અને વળાંક ઉપર બ્રેક મારવી નહી
 • રોડ પર ચાલતી વખતે રોડ પરના સાઈન બોર્ડના સંકેતોનો ખ્યાલ રાખી વાહન ચલાવવુ.
 • રોડ પર ડાબી, જમણી બાજુ વળતાં પહેલાં સાઈડ સીગ્નલ સંકેત ચોકકસ રીતે આપવુ જોઈએ.
 • આગળ ચાલતા વાહન ચાલક સીગ્નલ આપી જે સુચવે છે તે જોઈ તમારા વાહનની ગતિ ધીમી કરો અને શાંતીથી પસાર થાવો.
 • રસ્તા પર બને તેટલા ડાબી બાજુ વાહન ચલાવવુ અને આગળ આવતા ચાર રસ્તા પર જે દીશામાં જવાનુ હોય તે દીશાની લેઈન નકકી કરી તે દીશા તરફ વાહન ચલાવવુ અને વાહનના સાઈડ ગ્લાસમાં અવાર નવાર નજર રાખતા રહો.જેનાથી પાછળ આવતા વાહનોનું ઘ્યાન રહે અને તમારું વાહન ડાબી કે જમણી બાજુ વાળવા માટે હાથનો ઉપયોગ કરી સંકેત આપ્યા બાદ જ વાહન વાળવુ જોઈએ.
 • રસ્તા ઉપર વાહન માટેની ગતિ મર્યાદા હોય તે તોડવી નહી અને રસ્તા ઉપર આગળ જતા વાહન અને તમારા વાહન વચ્ચે જરૂરી અંતર રાખવુ રસ્તા ઉપર ચાલતી વખતે તમારી પાછળ એમ્બુલન્સ, ફાયર બ્રીગેડ કે પોલીસના વાહન ઝડપથી જવા માગતા હોય તો તે વાહનોને જગ્યા કરી આપવી જોઈએ.
 • ટુ વ્હીલર ચલાવતી વખતે રસ્તા ઉપર ઢોળાયેલ ઓઈલ તથા ડીઝલ અંગે ખાસ તકેદારી રાખવી, રસ્તા ઉપર ખોદકામને લીધે પડેલ ખાડાઓ તથા ખુલ્લી ગટરો અંગે તકેદારી રાખવી.
 • વળાંક વાળા રસ્‍તા પર હોર્ન વગાડીને ધીમી સ્‍પીડેજ વાહન પસાર કરવું જોઇએ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 01-08-2015