હું શોધું છું

હોમ  |

રસ્તે ચાલતા રાહદારીઓ માટેના સુચનો
Rating :  Star Star Star Star Star   

રસ્તે ચાલતા રાહદારીઓ માટેના સુચનો :

 • રસ્તાની જમણી બાજુ કે ફુટપાથ ઉપર જ ચાલવુ.
 • રસ્તા ઉપર ચાલવુ પડે તો બને તેટલા રસ્તાની છેડે ચાલો અને આ વખતે બે થી વધારે
  વ્યકિતઓએ સાથે ન ચાલવુ.
 • પગે ચાલતા લોકોએ રસ્તો ક્રોસ કરવા પેડેસ્ટેરીયન ક્રોસીંગ / જીબ્રા ક્રોસીંગ પાટા પર ઝડપથી ચાલી રસ્‍તો ક્રોસ કરવો જોઈએ.
 • રસ્‍તો વળાંક લેતો હોય ત્યારે ખાસ રસ્તાની ધારે રહી ચાલવું.
 • રસ્તા પર ચાલતી વખતે બાળક સાથે હોય તો તેને રસ્તાની છેડે રાખવો, બાળકને મુકત ન રાખતા હાથેથી પકડીને ચાલવુ.
 • રસ્‍તો ઓળંગતા પહેલાં રસ્તાની બાજુ ઉભા રહી ડાબી, જમણી બાજુ જુઓ અને રસ્‍તો ખાલી દેખાય ત્યારપછી જડપથી ચાલો પરંતુ દોડશો નહી.
 • રસ્તામાં વાહનો ઉભા હોય તેવા વાહનની આગળ કે વચ્ચેથી બેદરકારીથી રસ્‍તો ઓળંગવો શરૂ ન કરવો.
 • જયારે વાહન આવતુ હોય ત્યારે તેની સ્પીડ માટે અનુમાન કરી રસ્તા ઓળંગવાને બદલે વાહન પસાર થાય ત્યાં સુધી ધીરજ રાખી બાદમાં રસ્તા ઓળંગવો.
 • રસ્તાના ડીવાઈડર વચ્ચે તૈયાર કરેલા પ્લાન્ટર્સ વચ્ચેથી કયારેય રોડ ક્રોસ ન કરવો.
 • રોડ પર પદયાત્રા,જાન/વરઘોડો,રેલી સ્મશાન યાત્રા વિગેરે પ્રસંગે ચળકતા કપડાવાળા સ્વયંસેવકો રાખો.
 • રાત્રીના સમયે રસ્‍તો ઓળંગવા ખુબ જ કાળજી રાખવી
 • રસ્તા અને ફુટપાથ ઉપર જાળી કે રેલીંગ હોય તો કુદીને રસ્‍તો ન ઓળંગવો.
 • હાઈવે પર સંધમાં ધામિર્ક હેતુસર જતાં પદયાત્રીકોએ રોડના સાઈડ સોલ્ડર પર જ ચાલવું, રાત્રી દરમ્યાનની મુસાફરીમાં શકય હોય ત્યાં સુધી શ્વેત વસ્ત્રો પહેરવા,હાથમાં ટોર્ચ અને રીફલેટર્સ લગાડેલ નાની સોટી રાખવી તેમજ સફેદ ચળકાટ વાળા વસ્ત્રો પહેરવા.
 • સંધમાં રોડ પર ટોળા સ્વરૂપે મુસાફરી ન કરતાં વધુમાં વધુ બેની લાઈનમાં રહી રોડની સાઈડમાં એકબીજાની આગળ પાછળ ચાલવું અને અકસ્માત નિવારવા સ્વયં સેવકો પણ રાખવા.
 • નાના બાળકોએ રોડ ઉપર દોડાદોડી કે રમતો રમવી નહી. રોડ પર જતાં વાહન પાછળ દોડવું નહી.
 • ફેરીયા આવે ત્યારે તેની આસપાસ રોડ ઉપર ટોળે વળવું નહી.
 • પતંગ લૂંટવા માટે પણ રોડ ઉપર દોડવું નહી.
 • રોડ ઉપરના રહેઠાણવાળા વાલીઓએ બાળકો ઉપર સતત નજર અને નિયંત્રણ રાખવું.  તેમજ સતત વાહન વ્‍યવહાર વાળા રોડ ઉપર બાળકોને જવા દેવા નહી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 15-06-2015