હું શોધું છું

હોમ  |

બંદોબસ્ત
Rating :  Star Star Star Star Star   

-- સ્પેશિયલ બ્રાન્ચ --

વી.વી.આઈ.પી/ વી.આઈ.પી -- સ્પેશિયલ બ્રાન્ચ પોલીસ ખાતાની અતિ મહત્વની અને ગુપ્ત બ્રાન્ચ છે. જેમાં શહેરની મુલાકાતે આવતા વી.વી.આઈ.પી/ વી.આઈ.પી., મહાનુભાવોને પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. તેમજ રાષ્ટ્રપતિશ્રી, ઉપ રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી, નાયબ વડાપ્રધાનશ્રી, રાજ્યના ગવર્નરશ્રી અને મુખ્યમંત્રીશ્રી જેવા કે રાજકીય નેતાઓના મુલાકાત કાર્યક્રમ સમયે તથા રૂટ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે. જરૂરિયાત મુજબ બહારથી અધિકારી /એસ.આર.પી./હોમગાર્ડ ફોર્સની માગણી કરી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે.

ધાર્મિક તહેવારો /ઉત્સવો -- શહેરમાં ઊજવવામાં આવતા ઉત્સવો જેવા કે ગણપતિ ઉત્સવ, નવરાત્રી ઉત્સવ, મહોરમ ઉત્સવ, નરસિંહજી ભગવાનનો વરઘોડો તથા ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિગેરે મોટા ઉત્સવોમાં શહેર ખાતે ઉપલબ્ધ ફોર્સ ઉપરાંત જરૂરિયાત મુજબ બહારથી અધિકારી/એસ.આર.પી. ફોર્સની માગણી કરી પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે.

ચૂંટણી બંદોબસ્ત -- લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ કોર્પોરેશન, એમ.એસ.યુનિ. જિલ્લા પંચાયત, ગ્રામપંચાયત વિગેરેની ચૂંટણી માટે વડોદરા શહેરના તેમજ બહારના ફોર્સ અને હોમગાર્ડની મદદથી બંદોબસ્ત રાખવામાં આવે છે.

પરીક્ષા બંદોબસ્ત -- એસ.એસ.સી./એચ.એસ.સી બોર્ડની પરીક્ષા, એમ.એસ. યુનિ. પરીક્ષા, રેલ્વે બોર્ડ, ગૌણ સેવા મંડળ, બેન્કિંગ બોર્ડ જેવી જાહેર પરીક્ષાઓના કાર્યક્રમ સમયે પણ જરૂરી બંદોબસ્ત રાખવામાં આવે છે.

વિઘાર્થીઓ, કામદારો, ખેડૂતો, કર્મચારીઓ અંગેનો બંદોબસ્ત -- વિઘાર્થીઓ, વકીલો, કામદારો, ખેડૂતો, પોસ્ટલ કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ કે અન્ય પ્રશ્નો બાબતે ધરણા, રેલી, દેખાવ, આત્મવિલોપન જેવા કાર્યક્રમો સમયે પણ જરૂરી બંદોબસ્ત રાખવામાં આવે છે.

કોમી તોફાનો અંગેનો બંદોબસ્ત -- કોમી તોફાનો સમયે પણ પોલીસ તેમજ બહારથી ફોર્સની માગણી કરી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 04-06-2018