પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

પોલીસ કમિશ્નરનો સંદેશ

2/22/2020 12:55:34 AM

પોલીસ કમીશ્નરશ્રીનો સંદેશ

 
 

 

 

'વહાલા નાગરિકો '

હું અનુપમસિંહ ગહલૈાત, I.P.S. પોલીસ કમીશ્નર, વડોદરા શહેરની વેબસાઈટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરૂ છું. જાહેર જનતાને, પોલીસ વધારે સારી રીતે સેવા આપી શકે તે માટે આવી વેબસાઈટ બનાવવી ખૂબ જ જરૂરી હતી. કાયદાનું પાલન કરાવનાર સંસ્થા માટે સાયબર ટેકનોલોજીના જમાનામાં માહિતીની તાત્કાલિક આપ-લે થાય તે ખૂબ જ અનિવાર્ય છે. મને આશા છે કે ઈન્ટરનેટના માઘ્યમથી નાગરિકોને અવિરત પોલીસની મદદ અને પ્રજાને તેમની રજૂઆતો કરવાનો માર્ગ મોકળો થશે.

હાલના સમયમાં ઘણાં બધાં કારણસર પોલીસની કામગીરી ઘણી જ બારીકાઈ ભરી તપાસ હેઠળ આવેલી છે. ઉપરાંત પોલીસની ઘણી ખોટી/ખરાબ કાર્યશૈલીના કારણે સામાન્ય માણસ પોતાની જાતને પોલીસથી દૂર રાખવા પ્રયત્ન કરે છે જે સંસ્થાની ખરાબી થઈ રહી હોવાનું સાબિત કરે છે. સમાજ અને સમાજનો દરેક સભ્ય તેમનાથી શક્ય તે અમને અને પોલીસદળને મદદ કરે અને બદલામાં પોલીસ દળના તમામ સભ્યો સમાજને સંપૂર્ણ મદદ અને રાહત આપે તે ખૂબ જ અગત્યનું છે. અમારી મુખ્ય પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા અગમ ચેતીભર્યા પગલાં ભરી પોલીસ અને પ્રજાની ભાગીદારીથી ગુનાખોરી પર અંકુશ લાવવાની છે.

આ વેબસાઈટ દ્વારા પ્રજા પોલીસની કાર્યશૈલી જાણી શકશે અને નાગરિકોને તેમના સકારાત્મક અભિપ્રાયોને વાચા આપવા માટે જરૂરી માઘ્યમ મળી રહેશે. પોલીસ પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરી ઊતરવાના હકારાત્મક પ્રયત્નો કરશે અને ' પોલીસ પ્રજાનો મિત્ર 'ની ઉક્તિઓને સાચી ઠેરવશે.

અમારી પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અટકાયતી પગલાં ભરી પોલીસ અને પ્રજાની સંયુકત ભાગીદારીથી ગુનાખોરી પ૨ અંકુશ લાવવાની છે. આ માઘ્યમથી પ્રજા પોલીસ વિશેની કાર્યશૈલી જાણી શકાશે.
વેબસાઈટ ઉપ૨ આપના પ્રતિભાવો અને સુચનો આવકાર્ય છે.    

 

                                                                                                            (અનુપમસિંહ ગહલૈાત)

                                                                                                                 પોલીસ કમીશ્નર

                                                                                                                 વડોદરા શહેર