પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

જન સેવા કેન્દ્ર

10/27/2020 6:00:26 PM

જન સેવા કેન્દ્ર

 
 
 
  • પોલીસની કામગીરી અંગેની માહિતી અને તેને સંબંધિત નાગરિકોના અધિકારો વિશેની જરૂરી માહિતી આ પત્રના માઘ્યમથી આપવામાં આવી રહેલ છે. -
  • પોલીસની મુખ્ય ફરજ સમાજના નાગરિકોના જાનમાલની સુરક્ષા કરવાની હોય છે, અને તેથી આ સંબંધમાં કોઈ પણ ગુનો બનેલ હોય તો તેની ફરિયાદ કોઈ પણ નાગરિક પોલીસ સ્ટેશનમાં આપી શકે છે. પોલીસ સ્ટેશનના સંબધિત અધિકારીએ તેઓની ફરિયાદ લેવી ફરજિયાત હોય છે. અને જે તે સમયે જે ફરિયાદ લેવાની રહે છે. કોઈ પણ સંજોગોમાં ફરિયાદ લેવાની ના પાડી શકાય નહીં, અથવા તેમાં વિલંબ પણ કરી શકાય નહીં. પરંતુ ફકત નોન કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો તેની તપાસ કરવાની સત્તા પોલીસને હોતી નથી, તેમ છતાં તેવા કેસોમાં પણ નાગરિકોની ફરિયાદ લેવામાં આવે છે, અને તેની સંબંધિત કોર્ટને જાણ કરવામાં આવે છે..
  • તપાસ દરમિયાન પોલીસ કોઈને પણ તપાસ માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની ફરજ પાડી શકે છે, પરંતુ કોઈ સ્ત્રી કે ૧પ વર્ષથી નાની ઉંમરનાં બાળકોની તપાસ માટે તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવવાની સત્તા હોતી નથી. તેઓનાં નિવેદનો તેઓના નિવાસસ્થાને જ લેવાના રહે છે.
  • જ્યારે કોઈ પણ ફરિયાદ આપવામાં આવેલ હોય, ફરિયાદીને તેની ફરિયાદની નકલ આપવાની રહે છે. તદુઉપરાંત ફરિયાદ અંગે કરેલ કાર્યવાહી અને તેના આખરી પરિણામની જાણ પણ ફરિયાદીને કરવી જોઈએ.