પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

કલ્યાણકારી પ્રવ્રુત્તીઓ

2/21/2020 11:32:34 PM
 

વડોદરા શહેર પોલીસ કલ્યાણ નિધિ ફંડની સિદ્ધિઓની વિગત

·  પોલીસ કમિશનર વડોદરા શહેર અધિકારી / કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર વસૂલ લેવામાં આવે છે. અને આ યોજનામાં જોડાયેલ અધિકારી કર્મચારીઓનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ.૭પ૦૦/-નું ચૂકવણું તત્કાલ મરહૂમની વિધવા પત્ની / બાળકોને ચૂકવવામાં આવે છે.

·  પોલીસ અધિકારી / કર્મચારી તથા કુટુંબના કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર થાય અને સરકારી દવાખાનામાં સારવાર લીધેલ હોય તેને વેલફેર ફંડમાંથી મેડિકલ પેશગીની લોન આપવામાં આવે છે.

·  પોલીસ અધિકારી / કર્મચારીનાં પુત્રીનાં લગ્ન માટે રૂ. ૧૦,૦૦૦/- અંકે રૂપિયા દસ હજાર તથા પુત્રનાં લગ્ન માટે રૂ. પ,૦૦૦/- અંકે રૂપિયા પાંચ હજાર લોન પેટે મંગળસૂત્ર પેશગી ચૂકવવામાં આવે છે.

·  વડોદરા શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે અધિકારી / કર્મચારીઓના તથા તેમના બાળકોની શારીરિક તંદુરસ્તી વ્યાયામ માટે જિમ્નેશિયમ ઊભું કરવામાં આવેલ છે.

·  પોલીસ હેડ કવાર્ટર ખાતે રમતગમત ક્રિકેટ મેચ, વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

·  પોલીસ અધિકારી / કર્મચારીઓનાં બાળકો વડોદરા શહેર ખાતેની સ્કૂલોમાં અભ્યાસ કરતા હોઈ તેઓને શાળામાં લાવવા તથા લઈ જવા માટે એક સ્કૂલ બસ ફાળવવામાં આવેલ છે.

·  પોલીસ હેડ કવાર્ટર ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અગાઉ જરૂરી માર્ગદર્શન રૂપે કલાસ રાખવામાં આવેલ.

·  વડોદરા શહેર તેમજ વડોદરા રૂરલનું હેડ કવાર્ટર નજીક-નજીક એકજ સંકુલમાં હોઈ, બાલમંદિર, દવાખાનું, અનાજ દળવાની ઘંટી, બાર્બર, મોચી, દરજી, સસ્તા અનાજની દુકાન વગેરે વડોદરા, રૂરલ સંચાલિત હોઈ તેનો ઉપયોગ વડોદરા શહેરના પોલીસ અધિકારી / કર્મચારી તથા બાળકો વગેરે કરતા હોઈ અલાયદુ શરૂ કરવામાં આવેલ નથી.

·  પોલીસ હેડ કવાર્ટર ખાતે રાંધણ ગેસ બોટલ સહેલાઈથી મળી રહે તેની વ્યવસ્થા પોલીસ કમિશનર વડોદરા શહેરના નામે ગેસ એજન્સી લેવામાં આવેલ છે.

·  પોલીસ હેડ કવાર્ટર ખાતે અવાર-નવાર સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે યોગ શિબિર, નાટ્ય પ્રોગ્રામ, ઓરક્રેસ્ટા યોજવામાં આવે છે.

·  પોલીસ હેડ કવાર્ટર ખાતે દવાખાનાની વ્યપવસ્થા કરવામાં આવેલ છે. અને માણસોની સારવાર માટે મ્યુઓનિસિપલ કોર્પોરેશન વડોદરા શહેર ખાતેથી ડો.શ્રીઓને બોલાવવામાં આવે છે.

·  કેમ્પટમાં રહેતાં તમામ પોલીસ પરીવારોને નિયમિત તથા સરળ રીતે દુધ,છાસ મળી રહે તે માટે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે દુધ કેન્દ્ર ની વ્યદવસ્થાસ કરવામાં આવેલ છે.

·  કેમ્પ માં રહેતાં તમામ પોલીસ પરીવારો માટે તમામ પ્રકારનો લોટ મળી રહે અને બજાર ભાવ કરતા ઓછા ભાવે લોટ દળી આપવામાં આવે છે. તે માટે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ધંટીની વ્યવવસ્થા કરવામાં આવેલ છે.

·  કેમ્પ માં રહેતાં તમામ પોલીસ પરીવારો માટે શુધ્ધવ, ચોખ્ખુન પાણી મળી રહે તે માટે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે આરોપ્લા ન્ટવ નાખવામાં આવેલ છે.

·  બહારથી આવેલ બંદોબસ્ત‍નાં માણસો તથા કેમ્પ.માં રહેતાં પોલીસનાં માણસો માટે સસ્તુંા અને સારૂ જમવાનું મળી રહે તે માટે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે મેસની વ્યીવસ્થાર કરવામાં આવેલ છે.

·  પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર કેમ્પચમાં સ્વ‍ચ્છ‍ અને તાજી શાકભાજી નું ઉછેર કરવામાં આવે છે. અને બજાર ભાવ કરતાં સસ્તી અને સારી શાકભાજી માળી રહે તે માટે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે કિચનગાર્ડનની વ્ય્વસ્થા કરવામાં આવેલ છે.

·  પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓની માસિક સમયસર પૈસાની બચત થતી રહે અને લોન મળી રહે તે માટે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ક્રેડીટ સોસાની રચનાં કરવામાં આવેલ છે.

પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ પરીવારોની બહેનો માટે સ્વરરોજગારની વ્યતવસ્થાડ માટે અને પોતાનાં પગભર માટે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે શીવણ કેન્દ્રગની વ્યવવસ્થાે કરવામાં આવેલ છે.