પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

પરિચય

2/21/2020 11:58:49 PM

 પોલીસ કમિશનર વડોદરા શહેરની કચેરી વડોદરા શહેરી વિસ્તારમાં કોઠીવિસ્તારના દાંડિયા બજાર જેલ રોડથી સ્ટેશન જવાના રોડ ઉપર આવેલ છે.સદર હુ પોલીસ કમિશનરશ્રીની કચેરી સેન્ટ્રલ જેલની સામેના ભાગે નર્મદાભુવનના કમ્પાઉન્ડમાં નર્મદા ભુવન - સરદાર સરોવર નિગમની કચેરી તેમજ તેનીપાસેની જે બિલ્ડિંગ હાલ કાર્યરત છે તે પોલીસ ભવનના નામે ઓળખાય છે. જેમાં  પોલીસ કમિશનરશ્રી વડોદરા શહેરની કચેરી સ્થાપિત કરવામાં આવેલ છે જ્યાં ૧ થી ૫ માળ સુધી પોલીસને લગતી કચેરીઓ આવેલ છે, જેની વિગત નીચેપ્રમાણે છે.

 • ગ્રાઉન્ડ ફ્લોરઃ-પોલીસ ભવનમાં દાખલ થતાં પોલીસ કમિશનરશ્રી, અધિક પોલીસ કમિશનરશ્રી, નાયબ પોલીસ કમિશનરશ્રી વહીવટ, ડીસીપી ક્રાઇમ , ડીસીપી ઝોન- ૧ , ડીસીપી ઝોન- ર , તેમજ મદદનીશ પોલીસ કમિશનરશ્રી કંટ્રોલ રૂમ, સ્પે.શાખા,એસ.સી.એસટી.સેલ તેમજ અધિકારીશ્રીઓની ગાડીના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે.
 •  સદરહુ બીલ્ડિંગમાં પ્રવેશતા ડાબી બાજુ  વિજીટર રૂમ જેમાં ૧ થી ૫ માળ સુધી પોલીસને લગતી કચેરીઓમાં કામ અર્થે આવતા વીજીટર માટે પાસ આપવામાં આવે છે.જેમાં પાસ માટે આઇડી પ્રુફ ફરજીયાતછે. અને તેમના ફોટા સાથે પાસ  આપવામાં આવે છે.
 • તેની બાજુમાં આસાન કેન્દ્ર આવેલ છે જેમાં તમામ પ્રકાર ની અરજીઓ લેવામાં આવેલ છે. અને અરજદાર નાઓને ઓન લાઇન સ્લીપ ફોટા સાથે આપવામાં આવે છે. અને તમામ અરજીઓ રજીસ્ટ્રી શાખામાં આપવામાં આવે છે. તેઓ ડીસપેસ કરે છે.
 • તેમજ જમણી બાજુએ રજીસ્‍ટરી શાખા આવેલ જે જેમાં બહાર ની તમામ ટપાલ ઇનવડ થાય છે. અને પછી તેઓ જે તે કચેરી તરફ મોકલી આપે છે. અને તેની સામે  ફોરેનર્સ શાખા, આવેલ છે. જેમાં વિદેશ થી આવતા લોકો ની વેરીફાય થાય છે.
 • પહેલા માળેઃ-પ્રથમ માળ ઉપર માળમાં પ્રવેશ કરતા મહેરબાન પોલીસ કમિશનરશ્રી વડોદરા શહેરનાઓની ચેમ્બર આવેલ છે. તેઓશ્રીની બાજુમાં વીડીયો કોન્ફરન્સ તેમજ  તેની બાજુમાં પોલીસ કંટ્રોલરૂમ આવેલ છે જેમાં ઇ.પી.બી.એક્સ. રૂમ પણ આવેલ છે. તેની સામેના ભાગે પોલીસ.ઇન્સ્પેક્ટરશ્રી પી.સી.બી.શાખા આવેલ છે. તેની બાજુમાં કોન્ફરન્સ હોલ, મહેરબાન પોલીસ કમિશનરશ્રીના અંગત મદદનીશની શાખા તેમજ તેઓશ્રીની ક્રાઈમને લગતા ગુનાઓની માહિતી મેળવવાની પર્સનલ સી.પી. રીડર બ્રાંચ આવેલ છે. તેમજ તેની બાજુમાં મે.પોલીસ કમિશનરશ્રીને મળવા આવતા મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા માટે રૂમ આવેલ છે.
 • બીજો માળઃ-બીજા માળ ઉપર એન્ટ્રી લેતાં  નાયબ પોલીસ કમિશનરશ્રી (વહીવટ) વડોદરા શહેરનાઓની ચેમ્બર આવેલ છે. તેની બાજુમાં  હિસાબી શાખા અને તેની બાજુમાં સીસીટીવી પ્રોજેકટ અંતગર્ત કેમેરા ઓલ સીટીના કેમેરા દેખાઇ તેવા સીસીટીવી ની ઓફીસ આવેલ છે. તેની બાજુમાં  ખાતાકીય તપાસ શાખા, શીટ શાખા (પોલીસ કર્મચારીઓના લગતા પ્રશ્નોની નિરાકરણ કરવા બાબતે), નાયબ વહીવટી અધિકારીશ્રીની કચેરી, તેની બાજુમાં લાઇસન્સ શાખા, અને નાયબ પોલીસ કમિશનરશ્રી, વહીવટ વડોદરા શહેરના અંગત મદદનીશની શાખા આવેલ છે. તેમજ બાજુમાં સુરક્ષા સેતુ ની ઓફીસ આવેલ છે તથા મુલાકાતી રૂમ, આવેલ છે.
 • ત્રીજો માળઃ ત્રીજા માળ ઉપર અધિક પોલીસ કમિશનરશ્રી (ક્રાઇમ અને ટ્રાફીક) વડોદરા શહેરની ચેમ્બર, તેની બાજુમાં રજિસ્ટ્રી શાખા આવેલ છે. જેમાં પોલીસ કમિશ્નરશ્રી કચેરીમાં આવેલ તમામ શાખાઓને મોકલવમાં આવેલ ટપાલ સ્વીકારવામાં આવે છે, તેની બાજુમાં વહીવટી શાખા આવેલી છે.તેમજ સામેના ભાગે કોમ્પ્યુટર સેન્ટર,તેની બાજુમાં ઝેરોક્ષ  રૂમ તથા વી.ટી.ઇ.ટી. રૂમ,  તથા સંકલન કક્ષ આવેલ છે. તેની બાજુમાં વાયરલેસશાખા (ટી.પી./જી.એસ.વાન.મેસેજ સેન્ટર) ઓફીસ આવેલ છે. તેની બાજુમાં અરજી શાખા આવેલ છે. જેમાં પોલીસ કમિશનરશ્રી વડોદરા શહેરનાઓને ઉદ્દેશીને કરેલી જુદા જુદા પ્રકારની આવતી અરજીઓનો નિકાલની કામગીરી કરવા માટેની અરજી શાખા આવેલ છે. તેમજ આવતી રાઇટુ ઇંફરન્સ ની અરજીઓનો નિકાલની કામગીરી પણ અરજી શાખા માં કરવામાં આવેલ છે.
 • અધિક પોલીસ કમિશનરશ્રી(ક્રાઇમ અને ટ્રાફીક)નાઅંગત મદદનીશની કચેરીતથા અધિક પોલીસ કમિશનરશ્રીના કાયદો અને વ્યવસ્થાં ભાગ રૂપે ગુનાઓની માહિતી મેળવી તેનો યોગ્ય નિકાલ કરવાની રીડર શાખા આવેલી છે. તેની બાજુમાં ગોધરાકાંડની તપાસ કરતી રાયોટ સેલ આવેલી છે.
 • ચોથો માળઃ-ચોથા માળે નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન -૧ તથા ઝોન – ર તથા મદદનીશ પોલીસ કમિશ્‍નર શ્રી એસ.સી/એસ.ટી સેલ શહેર નાઓની ચેમ્બર્સ આવેલ છે. તેની બાજુમાં નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન -૧તથા ઝોન -૨નાઓને મળવા આવતા મુલાકાતિઓ માટેનું રૂમ, ખાતાકિય તપાસની શાખા, એ.સી.પી. શ્રી એસ..સી./એસ.ટી.સેલ ની ઓફીસ, તેની બાજુમાં નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન -૧ તથા ઝોન -૨ ની કચેરી, બાજુમાં નાયબ પોલીસ કમિશનરશ્રી(દક્ષિણ) તથા (ઉત્તર) નાઅંગત મદદનીશની કચેરી આવેલ છે.
 • પાંચમો માળ:-પાંચમાં માળે નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ)ના અંગત મદદનીશની કચેરી આવેલ છે, તેની બાજુમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી(ક્રાઇમ) નાઓની ચેમ્બર, તેની સામે નાયબ પોલીસ કમિશનરશ્રી (ક્રાઇમ) ની કચેરી, બાદમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી(ક્રાઇમ) નાઓને મળવા આવતા મુલાકાતીઓ માટેનું રૂમ આવેલ છે. બાજુમાં એબ્સ્કોંડર સ્કોડ,બાજુમાં ત્યારબાદ બોમ્બ ડીટેકશન અને ડીસ્પોઝલ સ્કોડ ની કચેરી, તેની બાજુમાં તેની સામે મદદનીશ પોલીસ કમિશનરશ્રીની વિશેષ નાઓની કચેરી આવેલ છે. તેની બાજુમાં વિશેષ શાખા,ની ઓફીસ આવેલ છે જેમાં પી.સી.સી. ની અરજીઓ સ્વીકારવાની શાખા તેમજ પાસપોર્ટની વેરિફિકેશન કરેલી અરજીઓ નિકાલ કરવાની શાખા આવેલ છે.
 • તેની બાજુમાં મલ્ટીપરપસ ની ઓફીસ આવેલ છે. જે મહીલા પોલીસ ની ઓફીસ છે. જેમાં  મહીલા ને  લગતી અરજીઓ આવે છે અને તેઓ મહીલા અત્યાચાર બાબતે કાઉંશલીગ  કરે છે મહીલાઓના  સમાધાન કરાવે છે. તેની બાજુમાં પેરોલ ફર્લો સ્કોડ ની ઓફીસ આવેલ છે.
 • પી.સી.સી. ની અરજીઓ સ્વીકારવાની શાખા તેમજ પાસપોર્ટની વેરિફિકેશન કરેલી અરજીઓ નિકાલ કરવાની શાખા આવેલ છે.