પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

એવોર્ડસ

2/22/2020 12:31:25 AM

પોલીસ માનપદક / POLICE HONOURS

રાષ્ટ્રપતિ પોલીસ પદક - PRESIDENT POLICE MEDAL --

રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદસ્યો પૈકી પોતાની ફરજ દરમ્યાન અસાધારણ શૌર્યતા અને વ્યાવસાયિક નિપુણતાના સર્વોચ્ચ કૌશલ્ય દાખવી જિંદગી અને મિલ્કત બચાવવાની વિશિષ્ટ કામગીરી અથવા ગુનો અટકાવવાની અથવા ગુનેગાર પકડવાની કાર્યવાહી કરનાર, ખાસ વિકટ સંજોગો અને મુશ્કેલ પરિસ્થિતીમાં શૌર્યતા પુર્વક પોલીસ સેવાનું આજ્ઞાપુર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ પોલીસ પદક રાષ્ટ્રપતિ દ્ધારા એનાયત છે. સામાનય રીતે એક વર્ષમાં દેશભરમાં કુલ ૪પ થી વધુ પદક એનાયત કરવામાં આવતા નથી. આ પદક સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની પુર્વ સંઘ્યાએ (એમ બે રાષ્ટ્રિય પર્વ ) નિમિત્તે એનાયત કરવામાં આવે છે.

પોલીસ મેડલ -- POLICE MEDAL --

રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદસ્યો પૈકી પોતાની દિર્ધ સેવાકીય કારકીર્દી દરમ્યાન ફરજ પ્રત્યે સાતત્યપુર્ણ સમર્પણભાવ સાથે પ્રશંસનીય અને વિશિષ્ટ પ્રદાન કરનારને રાષ્ટ્રપતિ દ્ધારા પોલીસ મેડલ એનાયત કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષ દરમ્યાન દેશભરમાં કુલ ૧૭પ થી વધુ પોલીસ મેડલ એનાયત કરવામાં આવતા નથી. આ પદક પણ સ્વાતંત્રદિન અને પ્રજાસત્તાક દીનની પુર્વસંઘ્યાએ (એમ બે રાષ્ટ્રિય પર્વ ) એનાયત કરવામાં આવે છે.

વડાપ્રધાનનો જીવનરક્ષા પદક -- PRIME MINISTER MEDAL FOR LIFE SAVING --

તમામ રેંન્કના પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં જીવનને જોખમરૂપ મુશ્કેલ પરિસ્થિતીમાં સપડાયેલ નિ-સહાય અસરગ્રસ્ત માનવના જીવનને બચાવવા માટે પોતાની તમામ શકિત અને નિષ્ઠા કામે લગાડવાની ભાવનાને પ્રોત્સાહિત કરવાના હેતુથી અન્યના જીવનના બચાવ માટે પોતાના જીવનને પણ જોખમમાં મુકી દ્રષ્ટાંત રૂપ ફરજ નિષ્ઠા સાથે બચાવ કાર્ય કરનાર પોલીસ કર્મચારીને વડાપ્રધાન દ્ધારા આ પદક એનાયત કરવામાં આવે છે.

પોલીસ સ્પેશ્યલ ડયુટી મેડલ -- POLICE (SPECIAL DUTY ) MEDAL --

 રાજય પોલીસ દળ, સેંન્ટ્રલ અનામત પોલીસ દળ અને કેંન્દ્રીય ગુપ્તચર સેવામાં ફરજ બજાવતા અધિકારી અને જવાનો પૈકી અસાધારણ વિષમ સંજોગો અને ભૌગોલિક તેમજ હવામાનની અસહય વિષમતા વચ્ચે પણ ડગ્યા વિના દ્રષ્ટાંતરૂપ સેવા બજાવી ફરજનો નિર્વાહ કરનારને ભારત સરકાર દ્ધારા આ પોલીસ (સ્પેશીયલ ડયુટી મેડલ) એનાયત કરવામાં આવે છે.

હોમઅમારા વિશે> ચંદ્રક વિજેતાઓ

ભારત સરકાર પોલીસ જવાનોને મેડલથી સન્માનિત કરે છે, જેમાં વડોદરા શહેરના નીચે જણાવેલ પોલીસ અધિકારી/કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવેલ છે.

1

પો.ઇન્સ. શ્રી હર્ષદભાઇ રવિશંકર શુક્લા

1979

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

2

અ.હે.કો. શ્રી દોલતભાઇ ગરબડભાઇ પાટીલ

1979

પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રીસર્વિસ

3

અ.પો.કો. શ્રી વજેસિંહભાઇ કાળુભાઇ રાણા

1980

પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રીસર્વિસ

4

પો.ઇન્સ. શ્રી એન.એસ.જાડેજા

1981

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

5

પો.સ.ઇ. શ્રી ભાવસિંહ જીવનભાઇ વાઘેલા

1983

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

6

પો.ઇન્સ. શ્રી રાયસીંગ શીવાભાઇ ગોહીલ

1991

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

7

પો.કમી. શ્રી આર.એમ.એસ. બ્રાર

1998

પ્રેસીડેન્ટ પોલીસ મેડલ ફોર DISTINGUISHED સર્વિસ

8

પો.કમી. શ્રી એમ.કે.ટંડન

1998

પ્રેસીડેન્ટ પોલીસ મેડલ ફોર DISTINGUISHED સર્વિસ

9

મ.પો.કમી. શ્રી આઇ.સી.રાજ

1998

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

10

અધિ.પો.કમી. શ્રી પી.સી.ઠાકુર

2002

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

11

એ.ડી.આઇ. શ્રી અબ્દુલ કરીમ એ.શેખ

2007

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

12

પો.કમી. શ્રી રાકેશ અસ્થાના

2009

પ્રેસીડેન્ટ પોલીસ મેડલ ફોર DISTINGUISHED સર્વિસ

13

અધિ.પો.કમી. શ્રી જ્ઞાનેન્દ્ર મલીક

2010

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

14

પો.કમી. શ્રી સતીષકુમાર શર્મા

2012

પ્રેસીડેન્ટ પોલીસ મેડલ ફોર DISTINGUISHED સર્વિસ

15

સંયુકત પો.કમી. શ્રી કે. જી.ભાટી

2018

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ

16

અ.હે.કો. શ્રી અરવિદ કાશીનાથ થોરાટ

2018

પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ