પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

ડોમીસાઈલ

2/22/2020 1:12:21 AM
 
  • અત્રેની કચેરી ખાતેથીડોમિસાઇલ પ્રમાણપત્ર ગુજરાત રાજ્યના નિવાસીને આપવામાં આવે છે આ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતેથી એક ફોર્મ અરજદારને પૂરું પાડવામાં આવે છે જે વસવાટ હક્ક અને પ્રશ્નાવલિનું ફોર્મ સામેલ છે.જે ફોર્મ સાથે નીચેની વિગતો પૂરી પાડવાની રહે છે.

 

1.      જ્ન્મનો દાખલો

2.      સ્‍કૂલ લીવિંગ સર્ટિફિકેટ

3.      HSC/SSC ની માર્કશીટ.

4.      રહેણાંકના પુરાવા તરીકે વાલીનું ચાલુ માસનું લાઇટબીલ, મ્યુ.ટેક્સબીલ, મિલકતના ઇન્ડેક્ષની નકલ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવીંગ લાઇશન્સ, સ્ત્રી ઉમેદવાર હોય તો મેરેજ સર્ટિફીકેટ, પાસપોર્ટ, ભાડેથી રહેતા હોય તો છેલ્લા ૧૦ વર્ષના ભાડા કરાર.

5.      જો અરજદાર બીજા રાજ્યના રહેવાસી હોય તો રૂ.૨૦ ના સ્‍ટેમ્‍પ ઉપર અંગ્રેજીમાં જે તે રાજ્યના ડોમીસાઇલ હક્ક જતા કરી ગુજરાત રાજ્યના ડોમીસાઇલ હક્ક સ્વીકાર કરવા અંગે એફીડેવીટ કરી અરજી સાથે સામેલ રાખવી.

6.      જે અરજદાર નોકરી કરતા હોય તો કંપનીના અગર સંસ્થાના લેટરપેડ પર લખાણ લાવવું જેમાં નોકરીમાં જોડાયેલ તથા છોડ્યા તારીખ લખાવવી.

7.      અરજદારે તમામ ઝેરોક્ષ ગવર્નમેન્‍ટ ઓફિસર પાસેથી સહી સિક્કા કરાવીને રજૂ કરવી અથવા સેલ્ફ એસએસટેડ

8.      અરજદારે જે જે સ્‍કૂલ/કોલેજમાં ભણેલ હોય તે તમામ સ્‍કૂલોના પ્રમાણપત્રો, બોનાફાઈડસર્ટી લાવવાનું રહેશે. (એડમિશનની તારીખ, શાળા/કોલેજ છોડ્યાની તારીખ ક્યા ધોરણ/સેમીસ્ટરથી ક્યાં સુધી લખાવી લાવવી ફરજિયાત છે.

9.      અરજી કોરા કાગળ પર મે. પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેરનાઓને સંબોધીને અરજી કરવી, તે અરજી અરજદારે રહેણાંક વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આપવી. તેમાં નામ, સરનામુ તથા શા માટે ડોમિસાઇલસર્ટી જોઇએ છે? તેમ જ કેટલા સમયથી અમદાવાદ શહેરમાં રહે છે? તે દર્શાવવું અને અરજી ઉપર જમણી બાજુ ઉપર અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવો તેમ જ અરજી ઉપર કોર્ટની રૂ.૧ની ટિકિટ ચોંટાડવાની રહેશે. તેમજ મોબાઇલ નંબર લખવાના રહેશે.

10.     અરજદારે પોલીસ સ્ટેશનમાં પો.ઇન્સ.શ્રીની રૂબરૂ વેરીફીકેશન દરમ્યાન તાજેતરનો ફોટો આપવાનો અને વેરીફાઇ કરાવવાનોં રહેશે.

11.     ડોમીસાઇલ સર્ટીફીકેટ સ્પીડ પોસ્ટથી અરજદારના સરનામે મોકલી આપવામાં આવશે.

12.     છેલ્લા ૧૦ વર્ષથી સળંગ ગુજરાતામાં રહેતા હોવાના પુરાવા હશે તો જ ડોમીસાઇલ સર્ટી મળશે.