પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

સ્ફોટક પદાર્થોનું લાઇસન્સ મેળવવા

2/21/2020 11:54:31 PM

દારૂખાનાના પરવાના :-

ધડાકાભેર સળગી ઊઠે તથા ફટાકડા જેવા જલદ પદાર્થો માટે એક્સપ્‍લોજિવ એક્ટ ૧૮૮૪ તથા એક્સપ્‍લોજિવ રૂલ્સ ૧૯૮૩ અન્વયે સંબંધિત કાર્યક્ષેત્રના પોલીસ અધિકારીશ્રીઓ પાસેથી પરવાના મેળવવાની તથા તાજા કરાવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈ અનુસાર અરજદાર નાગરિકે નિયત નમૂનાનાં ફોર્મમાં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે અરજી કરવાની રહે છે અને નવા પરવાના માટે તથા જૂના પરવાના તાજા કરાવવા માટે મુકર્રર થયેલ ફી ભરવાની રહે છે. અરજી મળ્યા બાદ પોલીસ ખાતા તરફથી યોગ્ય તપાસ અને ચકાસણી થયા બાદ પરવાનો આપવામાં આવે છે અથવા તો જૂનો પરવાનો તાજો કરી આપવામાં આવે છે.