પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

હથિયાર ૫રવાના

6/25/2022 10:40:42 AM

હથિયાર લાયસન્સ:-

આર્મ્સ એક્ટ ૧૯૫૯ તથા આર્મ્સ રૂલ્સ ૨૦૧૬ એમેડમેન્ટની જોગવાઈઓ અનુસાર સ્વરક્ષણ, પાકરક્ષણ અથવા રમત-ગમત વિગેરેના હેતુસર રિવોલ્વર, પિસ્તોલ, રાઇફલ કે એરગન જેવું હથિયાર ધારણ કરવા માટે ફરજીયાતપણે હથિયાર ૫રવાનો મેળવવાનો રહે છે. અને આ હથિયાર ૫રવાનો સમયાંતરે રીન્યુ કરાવવાનો રહે છે. જે માટે આર્મ્સ એક્ટ અને આર્મ્સ રૂલ્સ તથા સરકારશ્રીના વખતો-વખતના નિયમોનુસાર કરવામાં આવેલ જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવાની રહે છે.

હથિયાર લાયસન્સ સંબંધિત તમામ અરજીઓ www.ndal-alis.gov.in ઉપર કરવાની રહેશે.

. રિવોલ્વર/પિસ્તોલ/રાઇફલ લાયસન્સ :

રિવોલ્વર/પિસ્તોલ/રાઇફલ ધારણ કરવા માટે નવો હથિયાર પરવાનો મેળવવા માટે નિયત નમુના મુજબનુ ફોર્મ ભરવાનું રહે છે. જે ફોર્મ www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાય છે. અરજદારશ્રીએ અરજી ફોર્મ ફી તરીકે રૂ.૧૦૦/- (અંકે સો રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) થી SBI લાલ દરવાજા શાખા ખાતે અથવા પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેરની હિસાબી શાખા ખાતે ફી ભરી, ભરેલ ચલણની નકલ સાથે ફોર્મની હાર્ડ કોપી તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથેનું ફોર્મ પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, લાયસન્સ બ્રાંચ ખાતે જમા કરાવવાનુ રહે છે. અરજી ફોર્મ લાયસન્સ શાખામાં મળ્યા બાદ પોલીસ અભિપ્રાય મેળવવા માટે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશન મોકલવામાં આવે છે. અને હથિયાર પરવાનો આપવા બાબતે પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી, મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીનાઓના અભિપ્રાય મેળવવામાં આવે છે. બાદ, પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ (લાયસન્સીંગ અધિકારીશ્રી) દ્વારા અરજદારશ્રીને લાઇસન્સ આપવા અથવા નહી આપવા બાબતે નિર્ણય લેવામાં આવે છે.

અરજદારની રિવોલ્વર/પિસ્તોલ/રાયફલનો નવો હથિયાર પરવાનો મેળવવાની અરજી મંજુર થતા, નવા હથિયાર પરવાના ફી પેટે રૂ.૧૦૦૦/- (અંકે રૂપીયા એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) અત્રેની કચેરી સમયના કલાક ૧૧:૦૦ થી ૧૩:૦૦ સુધી સંપર્ક કરી ચલણ ભરવાના રહે છે. જે ફી ભર્યેથી હથિયાર પરવાનો ઇસ્યુ કરવામાં આવે છે.

હથિયાર પરવાના અરજી “ના મંજુર” કરવામાં આવે તેવા કિસ્સામાં અરજદારશ્રીને તે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવે છે. જો કોઇ અરજદારશ્રીને હથિયાર પરવાના અરજી “ના મંજુર” કર્યા અંગેના નિર્ણય સામે વાંધો હોય તો તે બાબતે ૧ માસની અંદર અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર સમક્ષ અપીલ અરજી ફી તરીકે રૂ.૧૦૦૦/-(અંકે રૂપીયા એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર)ચલણથી ભરીને અપીલ કરી શકશે.

. ગન, એરગન, એરરાયફલ, ફાયર આર્મ્સ રેપ્લીકા, ઇલેક્ટ્રોનીક ડીસએબ્લીગ ડિવાઇઝ, પેઇન્ટબોલ, માકર્સગન, બ્લેન્ક ફાયરીંગ ફાયર આર્મ્સ, મઝલ લોડીંગ (ML) ગન : 

નવો હથિયાર પરવાનો મેળવવા માટે નિયત નમુના મુજબનુ ફોર્મ ભરવાનું રહે છે. જે ફોર્મ www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાય છે. અરજદારશ્રીએ અરજી ફોર્મ ફી તરીકે રૂ.૧૦૦/- (અંકે સો રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) થી SBI લાલ દરવાજા શાખા ખાતે અથવા પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેરની હિસાબી શાખા ખાતે ફી ભરી, ભરેલ ચલણની નકલ સાથે ફોર્મની હાર્ડ કોપી તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથેનું ફોર્મ પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, લાયસન્સ બ્રાંચ ખાતે જમા કરાવવાનુ રહે છે. અરજી ફોર્મ લાયસન્સ શાખામાં મળ્યા બાદ પોલીસ અભિપ્રાય મેળવવા માટે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશન મોકલવામાં આવે છે. અને હથિયાર પરવાનો આપવા બાબતે પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી, મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીનાઓના અભિપ્રાય મેળવવામાં આવે છે. બાદ, સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખા, અમદાવાદ (લાયસન્સીંગ અધિકારીશ્રી) દ્વારા અરજદારશ્રીને લાઇસન્સ આપવા અથવા નહી આપવા બાબતે નિર્ણય લેવામાં આવે છે.

. હથિયાર ખરીદી અંગે અસલ લાયસન્સમાં નોંધ : 

નવો હથિયાર પરવાનો મંજુર થયેથી પરવાનેદાર દ્વારા નિયત સમય મર્યાદામાં અધિકૃત આર્મ્સ ડીલર પાસેથી હથિયાર ખરીદી કરવાનું રહેશે. હથિયાર ખરીદી કર્યા પછી તુરંત જ હથિયારની વિગતોની નોંધ અસલ લાયસન્સમાં કરાવવાની રહેશે, એટલે કે હથિયાર વર્ણન દાખલ કરવાનું રહેશે. જેની ફી પેટે રૂ.૫૦૦/- (અંકે રૂપીયા પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી જમા કરાવવાના રહેશે.

. હથિયાર ખરીદ મુદ્દત : 

પરવાનેદાર દ્વારા હથિયાર ખરીદી કરવા માટે આપેલ નિયત સમયમાં હથિયાર ખરીદી કરવામાં ન આવે તો તેવા સંજોગોમાં હથિયાર ખરીદીની મુદ્દ્ત લંબાવવા માટે અરજી કરી શકે છે. અરજીમાં જણાવેલ કારણો વ્યાજબી જણાય તો તેવા સંજોગોમાં હથિયાર ખરીદ મુદ્દત વધુ ૩ માસ અથવા પરવાનો વેલીડ હોય ત્યાં સુધીની ખરીદ મુદ્દત આપવામાં આવે છે.

. હથિયાર પરવાના રીન્યુ : 

હથિયાર પરવાનેદાર પોતાનો હથિયાર પરવાનો વધુ સમય માટે ચાલુ રાખવા માંગતા હોય તેવા સંજોગોમાં પરવાનો રીન્યુ કરવા માટે પરવાનાની મુદ્દ્ત પુરી થવાના ૬૦ દિવસ પહેલા રીન્યુ માટે અરજી કરવાની રહે છે. જે માટે www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી ફોર્મ ભરીને રીન્યુ અંગેનુ ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો, અદ્યતન ફોટા સાથેની અરજી પોતાના રહેઠાણના પોલીસ સ્ટેશનમાં જમા કરવાની રહે છે. બાદ સંબંધિત પોલીસ સ્ટેશનથી આ પરવાનો રીન્યુ કરવાનો અભિપ્રાય તેમજ હથિયાર ચકાસણી પ્રમાણપત્ર તેમજ ચલણથી ફી રૂ.૨૫૦૦/- (પાંચ વર્ષ માટે) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) SBI લાલ દરવાજા ખાતે જમા કર્યાની વિગતો ચકાસી પરવાનો નિયમાનુસાર રીન્યુ કરવામાં આવે છે. જો પરવાનેદાર દ્વારા લાયસન્સની કોઇ શરતનો ભંગ કરેલ જણાય અથવા પરવાનેદાર વિરૂદ્ધ્ કોઇ ગુનો દાખલ હોય તો નિયમોનુસાર કારણદર્શક નોટીસ આપી પરવાનેદારને રજુઆતની તક આપી પરવાનો રીન્યુ/મોકૂફ/રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે.

 

 

. હથિયાર પરવાના એન.ઓ.સી.: 

પોલીસ કમિશનરશ્રી અમદાવાદની કચેરી દ્વારા પરવાનો આપવામાં આવેલ પરવાનેદાર જ્યારે પરવાનામાં દર્શાવેલ હદ વિસ્તારની બહારથી હથિયાર ખરીદી કરવા ઇચ્છા ધરાવતા હોય તો તેઓને જે જગ્યાએથી હથિયાર ખરીદી કરવી હોય ત્યાંથી હથિયાર ખરીદી લાવવા માટે જરૂરી એન.ઓ.સી. આપવામાં આવે છે. જેના ફી ના રૂ.૫૦૦/- (અંકે પાંચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી વસુલ કરવામાં આવે છે.

. હથિયાર પરવાના જર્ની પરમિટ (check whether still procedure exists or remove it):-

હથિયાર પરવાનામાં દર્શાવેલ હદવિસ્તારની બહાર પરવાનેદાર હથિયાર સાથે લઇ જવા માગે ત્યારે ઇ-ગુજકોપ અંતર્ગત પરવાનેદાર વિરુધ્ધ ગુનાની વિગતો મેળવી જર્ની પરમિટ આપવામાં આવે છે. જેની નિયત ચલણ ફી રૂ.૫૦૦/- (પાચ સૌ રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) છે.

. હથિયાર પરવાનો ઓલ ઇન્ડિયા હદ વિસ્તાર કરવા માટેની અરજી:-

પરવાનેદાર ગુજરાત રાજયની હદ-વિસ્તારનો પરવાનો ધરાવતો હોય અને સમગ્ર ભારતના હદ વિસ્તાર માટે પરવાનો મેળવવા વિનંતી કરતી અરજી કરે તે સંજોગોમાં અરજી મળ્યેથી પોલીસ ઇન્સ્પેકટરશ્રી, મદદનીશ પોલીસ કમિશનરશ્રી, તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીનો સમગ્ર ભારતના હદ વિસ્તાર માટે પરવાનો આપવા અંગેનો અભિપ્રાય મેળવ્યા બાદ પોલીસ કમિશનરશ્રીના અભિપ્રાય સાથે અરજી નિર્ણય માટે ગૃહ વિભાગ, ગુ.રા.ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે.

. રિટેનરના નામ અંગે : 

હથિયાર પરવાનેદારશ્રી પરવાનામાં રીટેનર તરીકે તેમના પુત્રશ્રી અથવા પત્ની તેમજ સંબંધિત વ્યક્તિ કે જેઓની ઉંમર ર૧વર્ષ હોય તેઓનું નામ દાખલ કરવા સારૂ તે અંગેનુ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથે તે અંગેની અરજી સાથે વિનંતી કરે ત્યારે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીના અભિપ્રાય સાથે આવ્‍યા બાદ માન્‍ય અધિકારીશ્રીના આદેશ અનુસાર રિટેનર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રીટેનરનુ નામ દાખલ કરવા અંગે રૂ.૫૦૦/- (પાચ સૌ રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે

૧૦. ડુપ્લિકેટ પરવાના અંગે :

જયારે અસલ પરવાનો ગુમ થાય અથવા ફાટી જાય ત્યારે(પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા જોગની નકલ મેળવવી જરૂરી છે.) આર્મ્સ રૂલ્સ ૨૦૧૬ની જોગવાઇને આધિન નિયમ મુજબ ફી રૂ.૧૦૦૦/- (એક હજાર રૂપીયા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) વસૂલ લઇ ડુપ્લીકેટ પરવાનો આપવાની જોગવાઇ છે.

૧૧. હથિયાર પરવાના ટેકન ઓવર અંગે (ઇન્ટરનલ) : 

પરવાનેદાર પોતાનું રહેઠાણ બદલીને અમદાવાદ શહેર વિસ્તારમાં જ અન્યત્ર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેવા જાય ત્યારે બંને પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી, જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરવાનો નવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેકન ઓવર કરવામાં આવે છે. તે અંગે ફી ના રૂ.૫૦૦/- (અંકે રૂપિયા પાંચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરવાના રહે છે.

૧૨. હથિયાર પરવાના ટેકન ઓવર અંગે (અમદાવાદ પોલીસ કમિશનરશ્રીની હકુમત બહારથી) : 

હથિયાર પરવાનેદારશ્રી અન્ય જિલ્લા/રાજ્ય રહેણાંક બદલી અમદાવાદ શહેર હદ-વિસ્તારમાં છ(૬) માસથી વધુ સમય રોકાણ કરવાના હોય અથવા કાયમી સ્થાયી થવાના હોય તેવા સંજોગોમાં હથિયાર પરવાનો ફરજીયાતપણે અત્રે ટેકન ઓવર કરવાનો રહેશે. જે માટે www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી ફોર્મ ભરીને પરવાનેદારશ્રીએ હથિયાર પરવાનાની નકલ તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ કમિશનરની કચેરી ખાતે જમા કરાવવાનાં રહે છે. આવા કિસ્સામાં પરવાના અંગેની માહિતી તેમજ એન.ઓ.સી., NDAL પોગ્રામમાંથી ID & UIN નંબર સાથે જે તે લાયસન્સીંગ ઓથોરીટી પાસેથી એન.ઓ.સી મંગાવી, NOC મળ્યેથી પરવાનો ટેકન ઓવર કરવામાં આવે છે. પરવાનો ટેકન ઓવર કરવાની ફી રૂ.૫૦૦/- (અંકે રૂપિયા પાંચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરવાના રહેશે.

૧૩. ટી.એલ.પરમીટ : 

અમદાવાદ પોલીસ કમિશનર હકુમત વિસ્તારમાંથી અન્ય જીલ્લા/રાજ્યમાં હથિયાર, દારૂગોળો લઇ જવા ટી.એલ.પરમીટ આપવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પરવાનેદારની ટી.એલ ફી રૂ.૫૦૦/- (અંકે રૂપીયા પાંચ સૌ પુરા) અને આર્મ્સ ડિલર માટે ફી રૂ.૨૦૦૦/- (અંકે રૂપીયા બે હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરવાના રહેશે.

૧૪. આર્મ્સ ડિલર્સ નવો પરવાનો મેળવવા માટે:-

www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇ અ‍રજી કરવાની રહે છે અને જે અરજીની હાર્ડ કોપી જરૂરી દસ્તાવેજો અરજી સાથે બિડાણ કરી પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે જમા કરાવવાની રહે છે. અરજી સબંધે પોલીસ ઇન્સ્પેકટર/મદદનિશ પોલીસ કમિશનર/ નાયબ પોલીસ કમિશનરના અભિપ્રાય આવ્યાબાદ અત્રેથી પોલીસ કમિશનરશ્રીના હકારાત્મક/નકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીના ગૃહ વિભાગને મોકલવામાં આવે છે. પરવાનો મંજુર થયેથી નવા પરવાના ફિ રૂ.૨૦૦૦/- (બે હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરવાના રહે છે. 

૧૫. આર્મ્સ ડિલર પરવાના રીન્યુ : 

પોલીસ કમિશનરના આદેશ મુજબ રીન્યુ કરવામાં આવે છે. રીન્યુ ફિ એક વર્ષ રૂપીયા.૧૦૦૦/- (એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) મુજબ ચલણથી ભરવાના રહે છે.

નવા કાયમી ફટાકડા લાઇસન્સ : 

નવા ફટાકડા લાઇસન્સ માટેની અરજી www.serviceonline.gov.in ઉપર નીયત નમુના મુજબનુ ફોર્મ ઓનલાઇન ભરવાનું રહે છે. અરજદારશ્રીએ તે ભરી તેમજ ભરવાની થતી ફી રૂ.૧૦૦૦/- (એક હજાર રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી SBI લાલ દરવાજા ખાતે ભરી ભરેલ ચલણની નકલ સાથે ફોર્મ પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે જમા કારાવવાનુ હોય છે. ત્યારબાદ અરજદારશ્રી જે સ્થળ માટે લાયસન્સ માગ્યુ હોય તે પોલીસ સ્ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી ટ્રાફીકના અભિપ્રાય અને ફાયરખાતાની એન.ઓ.સી આવ્યા બાદ સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખાના કે જેઓ લાયસન્સ શાખાના સુપરવાયઝરી અધિકારી પણ છે આદેશ અનુસાર લાઇસન્સ આપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

ફટાકડા લાઇસન્સ રિન્‍યૂ : 

લાઇસન્‍સ રિન્‍યૂ અંગેની મુદ્દત પૂર્ણ થયેથી સંબંધિત પોલીસ સ્‍ટેશન ખાતે રિન્‍યૂ અંગેનુ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથે તે અંગેની અરજી કરવાની રહે છે. બાદ સંબંધિત પોલીસ સ્‍ટેશનથી આ અંગે અભિપ્રાય તેમજ ફાયરખાતાની એન.ઓ.સી અને ચલણ ફી રૂ.૫૦૦/- (અંકે રૂપિયા પાંચ સૌ એક વર્ષ માટે ) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરાવી સદરહુ વિગત મંગાવવામાં આવે છે. ત્‍યારબાદ પરવાનો નિયમ અનુસાર રિન્‍યૂ કરવામાં આવે છે.