પોલીસ કમિશનર, વડોદરા |
http://www.cpvadodara.gujarat.gov.in |
મુસાફરોએ શું કાળજી લેવી ? |
7/1/2025 10:12:59 AM |
|
મુસાફરોએ શું કાળજી લેવી ?
- ખાનગી વાહનચાલકો મુસાફરોને એસ.ટી. સ્ટેન્ડ પાસેથી બૂમો પાડીને લઈ જાય છે, પરંતુ ખાનગી વાહનોમાં મુસાફરી કરવામાં જોખમ છે. અકસ્માતના પ્રસંગે વળતર મળતું નથી. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરનારને અકસ્માતના પ્રસંગે વળતર મળે છે.
- વાહનચાલકોને અડચણ થાય તે રીતે રોડ ઉપર ઊભા ન રહેવું.
- અકસ્માત સમયે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડો. તેમના ફોન નંબર મેળવી તેમના સગાંસંબંધીઓને જાણ કરો.
- નશો કરીને વાહન ચલાવતા ડ્રાઇવરને પોલીસને સુપરત કરો.
- મુસાફરીની હેરફેર કરતા ખાનગી જીપચાલકો ફેરા કરવાની હરીફાઈમાં અકસ્માત નોતરે છે. ટ્રક, ટેમ્પા, રિક્ષા તથા જીપોમાં હાઈ-વે ઉપર મુસાફરી ન કરો.
- અકસ્માત વેળા ટોળા વળતા અટકાવવા તથા બીજ જરૂરી ઉભા રહેવું નહી.
|